ખુદને ખૂબ ગમતી – એકાંત ક્યારેક અઘરું લાગતું,
છતાં એકલતાને માણતી.
વિચારોમાં ગડમથલ હતી,
એને સમજવાનો પ્રયત્ન કરતી.
ચાર દીવાલોની વચ્ચે,
જાણે ખુદને જ શોધતી.
મંઝિલ ખૂબ નજીક દેખાતી,
છતાં અંદર અંદર જ ભમતી.
શ્વાસોશ્વાસ મારા જ
છતાં એના પર નજર રાખતી.
ઘણી અકળામણોમાં પણ
શાંતિ અને સમતા અનુભવતી.
કાલ કેવી હશે એની ચિંતા છોડી
આજમાં જીવતી.
ક્રોધ રાગ દ્વેષ ના રૂપ સમજીને
કરુણા અને સમતા શીખતી.
આ એવા દિવસો હતા
જ્યાં હું અંદરથી ખુદને ખૂબ ગમતી.
Watch more of Nikki Ni Kavita here!