Nikki Ni Kavita – યાદ આવશે!
કોયલ નો મીઠો કલરવનેસાથે વાત તો ચાર વાગ્યાનો ઘંટ યાદ આવશે! નાસ્તાની ડીશ લઈને દિવાલ પર લખેલો 107 નંબર યાદ આવશે! ચાલતા ચાલતા સવારના સંભળાતા ગુરુજીના દુહા યાદ આવશે! મૌન લઈને જેની સાથે રહી એ સૌના ચહેરા યાદ આવશે! 100 જણા મળીને ધ્યાનમાં કલાકો બેસતા ને વળી જે ઉર્જા મળતી ખૂબ યાદ આવશે! આ વીતેલા દસ દિવસની તમામ વાતો ને ગુરુજીના પ્રવચન યાદ આવશે! મારા જ મન સાથે વિતાવેલો સમય એને એકાગ્ર કરવાના પ્રયત્નો યાદ આવશે! ખાલી હાથે ગઈ હતી કેટલું જ્ઞાન લઈને આવી મને ખૂબ યાદ આવશેમને ખૂબ યાદ આવશે ! Nikki Shah, Author